મોરબીના માણેકવાડા ગામ પાસે ગાડીમાં જતા સમયે અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતાં ૫૦ વર્ષીય પ્રૌઢને મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.
મોરબી તાલુકાના માણેકવાડા ગામ નજીક ગઈકાલ તા.૧૪/૦૯ના રોજ કમલેશભાઈ ટપુભાઈ મેરજા ઉવ.૫૦ને ગાડીમાં જતા સમયે શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. જેથી તેમને મોરબી સરકારી હોસ્પિટલ લઈ જવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. મોરબી તાલુકા પોલીસે અ.મોત દાખલ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.






