Sunday, September 20, 2026
HomeGujaratમોરબી: શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરાયું

મોરબી: શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરાયું

મોરબી જીલ્લા કક્ષાના કાર્યક્રમમાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગના ૨૦ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ.

- Advertisement -
- Advertisement -

મોરબી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા કાર્યના ૨૫ વર્ષની ઉજવણી અન્વયે “સેવા સંકલ્પ અભિયાન” અન્વયે વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે અન્વયે શિક્ષણ વિભાગ, મોરબી દ્વારા શિક્ષણથી વંચિત રહેલા તથા શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોને પ્રોત્સાહન અને પ્રેરણા મળી રહે તે હેતુથી મોરબી જીલ્લા કક્ષાનો કાર્યક્રમ જીલ્લા પંચાયત, મોરબી ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન મોરબી જીલ્લામાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા માધ્યમિક વિભાગના ૧૦ તથા પ્રાથમિક વિભાગના ૧૦ મળી કુલ ૨૦ બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. બાળકોને પ્રોત્સાહિત કરવા માટે મહાનુભાવોના હસ્તે સન્માન સાથે શૈક્ષણિક કીટ પણ અર્પણ કરવામાં આવી હતી. શિક્ષણથી વંચિત બાળકોને પુનઃ શિક્ષણની મુખ્ય ધારામાં લાવી તેમના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના આ પ્રયાસથી બાળકોમાં આત્મવિશ્વાસ વધે અને તેઓ સતત શિક્ષણ સાથે જોડાયેલા રહે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપુલભાઈ ગરચર, કારોબારી અધ્યક્ષ મનીષભાઈ કાંજીયા, જીલ્લા શિક્ષણ સમિતિના સદસ્ય પ્રફુલાબેન મેરજા, જીલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, નાયબ વન સંરક્ષક ડો. સુનિલકુમાર બેરવાલ, જીલ્લા શિક્ષણાધિકારી કે. એમ. મોતા, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન. એ. મહેતા, નાયબ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ. બી. ગાંભવા, તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, સમગ્ર શિક્ષા મોરબી કચેરીના અધિકારી-કર્મચારીઓ, જીલ્લા પંચાયત શિક્ષણ શાખાના સ્ટાફ, બીઆરસી/સીઆરસી કો-ઓર્ડિનેટરો તેમજ વિવિધ શિક્ષક સંઘોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રવીણભાઈ ભોરણીયા મદદનીશ જીલ્લા કોં ઓર્ડિંનેટરે કર્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!