Sunday, September 20, 2026
HomeGujaratવાંકાનેરના ભીમગુડામાં ઇલેક્ટ્રિક શોક લાગતા ૨૫ ફૂટ ઊંડી પાણી ભરેલી ખાણમાં પડેલા...

વાંકાનેરના ભીમગુડામાં ઇલેક્ટ્રિક શોક લાગતા ૨૫ ફૂટ ઊંડી પાણી ભરેલી ખાણમાં પડેલા શ્રમિકનું મોત

વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામે રામભાઈની બેલાની ખાણમાં હેલોજન લાઈટના સેડા આપતી વેળાએ ઇલેક્ટ્રિક શોક લાગતા શ્રમિક ૨૫ ફૂટ ઊંડી પાણી ભરેલી ખાણમાં પડી ગયા હતા. પાણીમાં ડૂબી જતાં તેમનું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

ભીમગુડા ગામે રામભાઈની બેલાની ખાણમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના સુનીલકુમાર જગતનારાયણ બિંદ ઉવ.૪૭ ગઈકાલ તા.૧૯ સપ્ટેમ્બરની વહેલી સવારે હેલોજન લાઈટના સેડા આપતા હતા. તે દરમિયાન અકસ્માતે ઇલેક્ટ્રિક શોક લાગતા તેઓ બાજુમાં આવેલી આશરે ૨૫ ફૂટ ઊંડી પાણી ભરેલી ખાણમાં પડી ગયા હતા અને ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. મૃત્યુના બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ.મોત રજી. કરી આગળની વધુ તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!