Thursday, September 24, 2026
HomeGujaratટીંબડી ગામે સિસો થાઈ સ્પામાં જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે કાર્યવાહી

ટીંબડી ગામે સિસો થાઈ સ્પામાં જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે કાર્યવાહી

વર્કરોની નોંધ અને નિયમ મુજબ સીસીટીવીના ડેટા ન રાખવા બદલ ગુનો નોંધાયો.

- Advertisement -
- Advertisement -

મોરબી એસઓજી ટીમની ચેકીંગ કામગીરી દરમિયાન મોરબીના ટીંબડી ગામે ઓરબીટ-૨ કોમ્પ્લેક્ષમાં આવેલ સિસો થાઈ સ્પામાં છ સ્પા વર્કરના બાયોડેટાની પોલીસ મથકે નોંધ નહીં કરાવવા તેમજ નિયમ મુજબ સીસીટીવી રેકોર્ડિંગનો ડેટા જાળવી નહીં રાખતા સ્પા-સંચાલક વિરુદ્ધ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકાના ટીંબડી ગામની સીમમાં અશ્વમેઘ હોટલ સામે આવેલા ઓરબિટ-૨ કોમ્પલેક્ષના ત્રીજા માળે સિસો થાઈ સ્પામાં એસઓજી પોલીસે તપાસ કરતાં જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ સામે આવ્યો હતો. જ્યાં સ્પામાં કામ કરતી છ સ્પા વર્કરના બાયોડેટા ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવવામાં આવી ન હોવાનું તેમજ સ્પાના સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગનો ડેટા પણ જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ જાળવી રાખવામાં આવ્યો ન હોવાનું સામે આવ્યું હતું. જેથી રિસેપ્શન કાઉન્ટર પર હાજર ગોયારામ ડેસોકુમાર રીયાંગ ઉવ.૨૦ હાલ રહે. ટીંબડી પાટીયા ઓરબિટ-૨ કોમ્પલેક્ષ ત્રીજો માળ મોરબી મૂળરહે. વેસ્ટ ફેઇલીંગ જી.મામીત મિઝોરમ વાળાને નોટિસ પાઠવી તેની વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં બીએનએસ કલમ ૨૨૩ મુજબ ગુનો નોંધાવી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!