મોરબી ભક્તિનગર સર્કલ નજીક તુલસી પાર્ક વિસ્તારમાં રહેતા નરેશભાઈ ઠાકોરે પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે બિયરનો જથ્થો રાખ્યો હોવાની બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાં પોલીસે મકાનના રૂમમાંથી બે કાળા ઝબલામાં રાખેલા કાર્સબર્ગ એલીફન્ટ સ્ટ્રોંગ બિયરના ૧૪ ટીન કિ.રૂ.૧,૬૮૦/- મળી આવ્યા હતા. દરોડા દરમિયાન આરોપી નરેશભાઈ જીલાજીભાઈ ઠાકોર રહે. તુલસી પાર્ક મોરબી મૂળ રહે. ફતેગંજ તા. હારીજ વાળો હાજર નહિ મળી આવતા પોલીસે તેને ફરાર દર્શાવી પ્રોહી.એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






