મોરબી એલસીબીની કાર્યવાહીમાં તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહીબીશન હેઠળના ગુનામાં દિપેશ ઉર્ફે રાહુલ પટણી સામે પાસા વોરંટ ઇસ્યુ થતા તેને ડિટેઈન કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલા ચિત્રોડ તા. રાપર જી. કચ્છના દિપેશ ઉર્ફે રાહુલ પુંજાભાઇ ધનાભાઇ પટણી ઉવ.૩૭ સામે મોરબી એલસીબી દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. ત્યારે જીલ્લા મેજિસ્ટ્રેટે આરોપી વિરુદ્ધ લાજપોર મધ્યસ્થ જેલ સુરતનું પાસા વોરંટ ઇશ્યૂ કર્યું હતું. જેથી મોરબી એલસીબી પીઆઇ એસ.પી. જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી/પેરોલ-ફર્લો સ્કોડ ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી, જે દરમિયાન આરોપી ગળપાદર જેલમાંથી જામીન પર મુક્ત થયા બાદ તેને મોરબી એલસીબી કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો જે બાદ આરોપી દીપેશ ઉર્ફે રાહુલને પાસા એક્ટ હેઠળ ડિટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.






