Friday, September 25, 2026
HomeGujaratમોરબી કલેક્ટરે હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત

મોરબી કલેક્ટરે હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત

કમ્બાઇન્ડ હાર્વેસ્ટર, ટ્રેક્ટર અને ઓટોમેટિક ઓરણી સહિતના કૃષિ સાધનોનું નિરીક્ષણ કરી મગફળીના પાકની સ્થિતિ, ખાતરનો ઉપયોગ અને પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતો સાથે સાધ્યો પ્રત્યક્ષ સંવાદ.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં ખેડૂતો આધુનિક કૃષિ યંત્રોનો ઉપયોગ કરતા થાય, ખેતી ખર્ચ ઘટે અને પાક ઉત્પાદકતા વધે તેવા સુસ્પષ્ટ અભિગમ સાથે મોરબી જીલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે વિશેષ ક્ષેત્રીય મુલાકાત (Field Visit) લેવામાં આવી હતી.

જીલ્લા ખેતીવાડી અધિકારીની ઉપસ્થિતિમાં કલેક્ટરે કૃષિ યાંત્રીકીકરણ પરના સબ મિશન (SMAM) યોજના અંતર્ગત મંજૂર થયેલા કસ્ટમ હાયરિંગ સેન્ટર (CHC) ની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે લાભાર્થી ખેડૂત પાસે ઉપલબ્ધ કમ્બાઇન્ડ હાર્વેસ્ટર, રેઈઝ બેડ પ્લાન્ટર, ટ્રેક્ટર અને કલ્ટીવેટર જેવા આધુનિક સાધનોનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત અન્ય સરકારી યોજનાઓના લાભાર્થીઓની રૂબરૂ મુલાકાત લઈને ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર, મોબાઈલ શ્રેડર અને ઓટોમેટિક ઓરણી જેવા કૃષિ સાધનોની કામગીરી અને ઉપયોગિતા વિશે માહિતી મેળવી હતી.

મુલાકાત દરમિયાન કલેક્ટરે ખેતરોમાં જઈને મગફળીના પાકની વર્તમાન સ્થિતિ નિહાળી હતી. તેમણે સ્થાનિક ખેડૂતો સાથે બેઠક યોજી વિવિધ ખાતરોની ખરીદી, તેનો સંતુલિત ઉપયોગ તેમજ પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગમાં લેવાતા જૈવિક ઇનપુટ્સ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી જરૂરી પ્રોત્સાહક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!