અઢી વર્ષનો પુત્ર માતાવિહોણો બનતા પરિવાર શોકમાં ગરકાવ
વાંકાનેર તાલુકાના દેરાળા ગામની સીમમાં પિતાની વાડીએ ૨૪ વર્ષીય પરિણીતાએ સિઝેરિયન પ્રસૂતિ બાદ છેલ્લા છ મહિનાથી રહેતા દુખાવાથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. જે બાદ મોરબીની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજતાં પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
મળતી વિગત મુજબ, સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકાના ચોરવીરા ગામે રહેતા વર્ષાબેન ભરતભાઈ સાબરીયાએ તા.૨૦ સપ્ટેમ્બરે વાંકાનેર તાલુકાના દેરાળા ગામની સીમમાં પોતાના પિતાની વાડીએ ઝેરી દવા પી લેતા તેણીને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૃત્યુના બનાવને લઈને વાંકાનેર તાલુકા પોલીસની પ્રાથમિક તપાસમાં સિઝેરિયન પ્રસૂતિ બાદ છ મહિનાથી દુખાવો રહેતો હોવાથી કંટાળીને વર્ષાબેને આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે મરણ નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.






