રાજકોટ શહેરમાં નશીલા પદાર્થોના ખરીદ-વેચાણ અને સેવન સામે ચાલી રહેલા “SAY NO TO DRUGS” અભિયાન અંતર્ગત રાજકોટ SOG દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. બાતમીના આધારે SOGની ટીમે NDPS કેસમાં નાસતા ફરતા મોરબીના આરોપીને મેફેડ્રોનના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે.
પોલીસને તા. 28 સપ્ટેમ્બર 2026ના રોજ બાતમી મળી હતી કે મોરબીના NDPS કેસમાં નાસતો ફરતો જગદીશ ઉર્ફે ગજર ઉર્ફે ગોવલુભાઈ ગોગરા સફેદ રંગની વેટા કાર નંબર GJ-01-HY-6297 લઈને રાજકોટના ભગવતીપરા શેરી નંબર 19 પાસે આવવાનો છે અને તેની પાસે માદક પદાર્થનો જથ્થો છે.બાતમીના આધારે SOGની ટીમે વોચ ગોઠવી આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીની અંગજડતી લેતા તેની પાસેથી 67.26 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હોવાનું જણાવ્યું છે.તેમજ ઝડપાયેલ આરોપીની ઓળખ જગદીશ ઉર્ફે ગજર ઉર્ફે ગોવલુભાઈ ગોગરા (ઉં.વ. 31), રહે. લીલાપર રોડ, બોરીચા વાસ, યદુનંદન ગૌશાળા પાછળ, મોરબી તરીકે થઈ છે.પોલીસે મેફેડ્રોનનો જથ્થો, કાર સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી અગાઉથી મોરબીના NDPS કેસમાં નાસતો ફરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.






