Thursday, October 1, 2026
HomeGujaratહળવદમાં ૧ અને ૩ ઓકટોબરના રોજ બે સ્થળોએ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

હળવદમાં ૧ અને ૩ ઓકટોબરના રોજ બે સ્થળોએ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહે તે માટે નગરપાલિકાનું આયોજન.

- Advertisement -
- Advertisement -

સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ હળવદ શહેરી વિસ્તારના તમામ નાગરિકોને એક જ સ્થળેથી મળી રહે તેમજ વિવિધ યોજનાઓનો વ્યાપ છેવાડાના માનવી સુધી પહોંચે તે હેતુસર હળવદ નગરપાલિકા દ્વારા ૨ દિવસ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા. ૦૧/૧૦/૨૦૨૬, ગુરુવારના રોજ રાજોધરજી હાઇસ્કૂલ ખાતે તેમજ તા. ૦૩/૧૦/૨૦૨૬ના રોજ પટેલ વાડી ખાતે સવારે ૯:૦૦થી સાંજે ૫:૦૦ કલાક સુધી સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.

આ સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન સરકારના વિવિધ વિભાગો હેઠળ આવતી વિવિધ સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓનો લાભ નાગરિકોને સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

હળવદ નગરપાલિકા દ્વારા શહેરના તમામ નાગરિકોને આ સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!