Thursday, October 1, 2026
HomeGujaratમોરબીમાં મનપા દ્વારા એક અઠવાડિયામાં ૨૯ રખડતા પશુઓ પકડ્યા

મોરબીમાં મનપા દ્વારા એક અઠવાડિયામાં ૨૯ રખડતા પશુઓ પકડ્યા

મોરબી મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા આ અઠવાડિયામાં ૨૯ સહિત મહાનગરપાલિકા બન્યા બાદ અત્યાર સુધીમાં જાહેર માર્ગો પરથી ૩,૮૨૬ રખડતા પશુઓ પકડવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા તા. ૩૦ સપ્ટેમ્બર સુધીના અહેવાલ મુજબ આ અઠવાડિયા દરમિયાન જાહેર માર્ગો પરથી ૨૯ રખડતા પશુઓ પકડવામાં આવ્યા હતા. જ્યારે મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ અત્યાર સુધીમાં જાહેર માર્ગ પર અડચણરૂપ બનતા કુલ ૩,૮૨૬ રખડતા પશુઓને પકડી વિવિધ ગૌશાળા, નંદીઘર તથા પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા છે. મોરબી મહાનગરપાલિકા હસ્તકના નંદીઘરમાંથી પણ ૬૦૦થી વધુ પશુઓને જુદી-જુદી ગૌશાળા તથા પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા છે. આ સાથે ANCD શાખા દ્વારા અત્યાર સુધીમાં ૩૦૬ પશુ માલિકોને લાયસન્સ તથા ૩૪ પશુ માલિકોને લાયસન્સ રિન્યૂ કરી આપવામાં આવ્યા છે. તેમજ ૩૩ લોકોને ઘાસ વેચાણની પરમિટ અને ૪ પરમિટ રિન્યૂ કરવામાં આવી છે. ૪૯ પેટ ડોગનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે તથા ૧૦ ડોગ લાઇસન્સ પરમિટ રિન્યૂ કરાયા છે. ઉપરાંત કુલ ૨,૯૨૦ પશુઓનું RFID અને ટેગિંગ કરવામાં આવ્યું છે.

ANCD શાખા દ્વારા પશુ માલિકોને પોતાના પશુનું રજીસ્ટ્રેશન કરાવવા તથા પેટ ડોગ માલિકોને પેટ ડોગનું રજીસ્ટ્રેશન કરાવવા અપીલ કરવામાં આવી છે. આગામી સમયમાં પણ રખડતા પશુઓને પકડવાની તેમજ RFID અને ટેગિંગની કામગીરી ચાલુ રાખવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!