શહિદ જવાનોના લાભાર્થે યોજાતા ગરબા મહોત્સવમાં પાટીદાર પરિંદે ગરબા મંડળી ના રંગ જામશે:જે ખેલૈયાઓએ સિઝન પાસ લીધા હશે એજ ખેલૈયાઓ લાભ લઇ શકશે
મોરબી : અજય લોરિયા દ્વારા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજિત શહીદ જવાનોના પરીવાર ના લાભાર્થે પાટીદાર નવરાત્રી માં દર વર્ષે ખેલૈયાઓ માટે કંઈક ને કંઈક નવું લાવવા માટે જાણીતું છે.ત્યારે આ વર્ષે ફક્ત સિઝન પાસ લેનારા ખેલૈયાઓ માટે “પાટીદાર પરીંદે” (મંડલી રાસ)નું આયોજન કરાયું છે. જેમાં નવ દિવસ રાત્રે રાબેતા મુજબ માં ના ગરબા પુરા થયા બાદ દરરોજ મંડળી નું આયોજન કરવામાં આવશે.






