Wednesday, October 7, 2026
HomeGujaratસ્વ. માલાબેન કક્કડના સ્મરણાર્થે માખીયાળામાં દિવ્યાંગ બાળકોને ભોજન પ્રસાદ

સ્વ. માલાબેન કક્કડના સ્મરણાર્થે માખીયાળામાં દિવ્યાંગ બાળકોને ભોજન પ્રસાદ

કક્કડ પરિવાર દ્વારા તા. ૪થી ૧૨ સુધી ૧૫૦થી વધુ દિવ્યાંગ બાળકો માટે સેવાકાર્યનું આયોજન.

- Advertisement -
- Advertisement -

મોરબી નિવાસી જીતેન્દ્રભાઈ કક્કડ (R.K.)ના ધર્મપત્ની સ્વ. માલાબેન જીતેન્દ્રભાઈ કક્કડના સ્મરણાર્થે કક્કડ પરિવાર દ્વારા જુનાગઢ નજીક માખીયાળા ગામ ખાતે સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૪થી ૧૨ દરમિયાન સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ ખાતે ૧૫૦થી વધુ દિવ્યાંગ બાળકોને ભોજન પ્રસાદ અર્પણ કરી સદ્દગતને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.

મોરબી નિવાસી જીતેન્દ્રભાઈ કક્કડ (R.K.)ના ધર્મપત્ની સ્વ. માલાબેન જીતેન્દ્રભાઈ કક્કડનું તાજેતરમાં દુઃખદ અવસાન થયું છે. તેમના સ્મરણાર્થે જીતેન્દ્રભાઈ કક્કડ, અર્જુનભાઈ, લખનભાઈ સહિત પરિવારજનો દ્વારા સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જેમાં જુનાગઢ નજીક આવેલા માખીયાળા ગામ ખાતે સાંત્વન વિકલાંગ વિકાસ મંડળમાં તા. ૪થી ૧૨ દરમિયાન ૧૫૦થી વધુ દિવ્યાંગ બાળકોને ભોજન પ્રસાદ અર્પણ કરવામાં આવી રહ્યો છે. કક્કડ પરિવાર દ્વારા સેવાકાર્ય થકી સ્વ. માલાબેન કક્કડને સાર્થક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!