Thursday, October 8, 2026
HomeGujaratમોરબી-હળવદ રોડ પર ટ્રક પાછળ એક્ટિવા ઘુસી જતા યુવકનું મોત

મોરબી-હળવદ રોડ પર ટ્રક પાછળ એક્ટિવા ઘુસી જતા યુવકનું મોત

ટ્રકચાલકે અચાનક બ્રેક મારતા અકસ્માત સર્જાયો: ૩૮ વર્ષીય જીતેન્દ્રકુમારનું સારવાર મળે તે પહેલાં જ મોત.

- Advertisement -
- Advertisement -

મોરબી-હળવદ રોડ પર તપોવન આશ્રમ પાસે ટ્રકચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવતું એક્ટિવા ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાયું હતું. અકસ્માતમાં એક્ટિવા ચાલક ૩૮ વર્ષીય જીતેન્દ્રકુમાર કૈલાને માથા સહિત શરીરે ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું.

મોરબીના ઉમા રેસીડન્સી સોસાયટી મોરબી આઈટીઆઈ પાસે હળવદ મોરબી રોડ ઉપર રહેતા મુળ ઈશ્વરનગર ગામ તા.હળવદના વતની જીતેન્દ્રકુમાર કૈલા ઉવ.૩૮ ગઈકાલ તા.૦૭/૧૦/૨૦૨૬ના રોજ રાત્રે એક્ટિવા નંબર જીજે-૩૬-એએસ-૧૮૩૪ લઈને નીચી માંડલ ગામે આવેલ રાધે પાન નામની પોતાની દુકાનેથી ઘરે જતા હતા. દરમિયાન મોરબી-હળવદ રોડ પર તપોવન આશ્રમ પાસે રામનગરી સોસાયટી તરફ જતા રોડના નાકા નજીક ટેઈલર ટ્રક નંબર આરજે-૦૫-જીબી-૨૫૭૯ના ચાલકે રોડ વચ્ચે અચાનક બ્રેક મારતા પાછળથી આવતું એક્ટિવા ટ્રક સાથે અથડાયું હતું. અકસ્માતમાં જીતેન્દ્રકુમારને માથા તથા પેટના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતા તેમના ભાઈ વિપુલભાઈ કૈલા સહિતના લોકો સ્થળે પહોંચ્યા હતા અને જીતેન્દ્રકુમારને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતકના ભાઈ વિપુલભાઈ કૈલાની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!