વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં રહેતા ૫૮ વર્ષીય પ્રૌઢ ઢુવા નજીક મહાનદીમાં રીક્ષા ધોવા ગયા હતા. આ દરમિયાન કોઈ કારણસર નદીના પાણીમાં પડી જતા ડૂબી જવાથી તેમનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, વાંકાનેરના ધમલપર ફાટક પાસે વીસીપરા વિસ્તારમાં રહેતા હરેશભાઈ છગનભાઈ રાઠોડ ઉવ.૫૮ વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક આવેલી મહાનદીમાં રીક્ષા ધોવા ગયા હતા. આ દરમિયાન કોઈ કારણસર તેઓ નદીના પાણીમાં પડી જતાં ડૂબી ગયા હતા અને તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર સરકારી હોસ્પિટલના મેડિકલ ઓફિસર દ્વારા જાણ કરાતા વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






