Sunday, October 11, 2026
HomeGujaratમોરબીમાં પિયર આવેલ દીકરીના સમાધાનની વાતે બબાલ: બે યુવકોને માથામાં ધોકાના ઘા,...

મોરબીમાં પિયર આવેલ દીકરીના સમાધાનની વાતે બબાલ: બે યુવકોને માથામાં ધોકાના ઘા, ચાર સામે ફરિયાદ

જન્મેલ દીકરાના નામકરણ વખતે થયેલા મનદુઃખ બાદ સમાધાન માટે આવેલા સાસરી પક્ષ વાળાએ ધોકા ઉલાળ્યા.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં દરબાર ગઢ નજીક વઢવાણીયા શેરીમાં પિયરે આવેલી દીકરીના સાસરી પક્ષ સાથે સમાધાનની વાતચીત દરમિયાન બોલાચાલી બાદ મારામારી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં સાસરી પક્ષના સભ્યોએ ફરિયાદી અને અન્ય એક યુવકને માથામાં ધોકાના ઘા મારી ઈજા પહોંચાડી હતી. આ ઉપરાંત ફરિયાદીના બનેવી અને બહેનને ઢીકાપાટુનો માર મારી ગાળો આપી ધમકી આપી હતી. હાલ સીટી એ ડિવિઝન પોલીસે ભોગ બનનાર યુવકની ફરિયાદના આધારે ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

મોરબીના દરબારગઢ વિસ્તારમાં મચ્છુબારી પાસે વઢવાણીયા શેરીમાં રહેતા ૨૩ વર્ષીય મીતભાઈ માનસિંગભાઈ ગોહેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની કુટુંબી ભત્રીજી દિયા ડિલિવરી માટે પિયરે આવી હતી અને તેને દીકરાનો જન્મ થયો હતો. બાળકના નામકરણ વખતે દિયાના સાસરી પક્ષ સાથે બોલાચાલી થતાં મનદુઃખ થયું હતું. ત્યારથી દિયાને તેડવા સાસરી પક્ષ આવ્યું ન હતું. ત્યારે ગત તા. ૯ ઓક્ટોબરની મોડી રાત્રે દિયાના સાસરી પક્ષના લોકો સમાધાન માટે મોરબીમાં મચ્છુ માતાના ઢાળ પાસે આવ્યા હતા. આ દરમિયાન બોલાચાલી થતાં આરોપી અજયભાઈ ડોડીયાએ મીતભાઈના માથામાં લાકડાના ધોકાનો ઘા માર્યો હતો. જ્યારે આરોપી જય ઉર્ફે શનિ સોલંકીએ પિંકેશ ઉર્ફે પિન્ટુભાઈને માથામાં ધોકો માર્યો હતો. ત્યારબાદ આરોપી મિત સોલંકી અને પ્રવીણભાઈ સોલંકીએ ફરિયાદીના બનેવી ચેતનભાઈ તથા બહેન જલ્પાબેન સાથે ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો, ગાળો આપી અને વધુ માર મારવાની ધમકી આપી હતી.

ઈજાગ્રસ્ત મીતભાઈને કપાળના ભાગે ત્રણ ટાંકા આવ્યા હતા, જ્યારે પિંકેશભાઈને માથામાં બે ટાંકા આવ્યા હતા. બનાવ અંગે મીતભાઈ ગોહેલની ફરિયાદના આધારે આરોપી અજયભાઈ લાલજીભાઈ ડોડીયા રહે. ગાંધીગ્રામ રાજકોટ, જય ઉર્ફે શનિ પ્રવીણભાઈ સોલંકી, મિત પ્રવીણભાઈ સોલંકી અને પ્રવીણભાઈ પરસોતમભાઈ સોલંકી ત્રણેય રહે.મહેન્દ્રનગર ધર્મમંગલ સોસાયટી જુનાગામ મોરબી-૨ વાળા સામે એ ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો તથા જીપી એક્ટની હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!