Tuesday, October 13, 2026
HomeGujaratમોરબી:પાટીદાર નવરાત્રિ મહોત્સવના પ્રથમ નોરતે બે શહીદ જવાનોના પરિવારોને રૂ. ૧-૧ લાખની...

મોરબી:પાટીદાર નવરાત્રિ મહોત્સવના પ્રથમ નોરતે બે શહીદ જવાનોના પરિવારોને રૂ. ૧-૧ લાખની સહાય

હરિયાણાના તરુણ ભારદ્વાજ અને ઉત્તર પ્રદેશના અશોક કુમારના પરિવારોને ચેક અર્પણ કરી સન્માન કરાયું.

- Advertisement -
- Advertisement -

મોરબીના રવાપર-ઘુનડા રોડ પર અજય લોરિયા સંચાલિત પાટીદાર નવરાત્રિ મહોત્સવ-૨૦૨૬માં પ્રથમ નોરતે દેશ માટે શહીદ થયેલા બે જવાનોના પરિવારોને રૂ. ૧-૧ લાખના ચેક અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. પાટીદાર નારાત્રી મહોત્સવમાં નવ દિવસ સુધી શહીદ પરિવારોને સહાય આપવાનો સેવાયજ્ઞ હાથ ધરવામાં આવ્યો છે.

મોરબીમાં નવરાત્રિ પર્વના પ્રારંભ સાથે પાટીદાર નવરાત્રિ મહોત્સવ-૨૦૨૬માં દેશભક્તિ અને સેવાભાવની અનોખી પહેલ કરવામાં આવી છે. મહોત્સવના પ્રથમ દિવસે હરિયાણાના શહીદ જવાન તરુણ ભારદ્વાજ અને ઉત્તર પ્રદેશના શહીદ જવાન અશોક કુમારના પરિવારોને આમંત્રિત કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બંને પરિવારોને સહાયરૂપે રૂ. ૧-૧ લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. માતૃભૂમિની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનારા વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના હેતુથી આયોજિત આ પહેલ અંતર્ગત નવરાત્રિના નવ દિવસ દરમિયાન દરરોજ શહીદ જવાનોના પરિવારોને આમંત્રિત કરી સન્માનિત કરવામાં આવશે અને દરેક પરિવારને રૂ. ૧ લાખની આર્થિક સહાય આપવામાં આવશે. નવરાત્રિના ઉત્સવને શહીદો પ્રત્યેના સન્માન અને સેવાભાવ સાથે જોડતી આ પહેલ મહોત્સવનું વિશેષ આકર્ષણ બની રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!