Wednesday, October 14, 2026
HomeGujaratમાળીયા(મી) તાલુકાના ખાખરેચીમાં પેપરમિલની લેબર કોલોનીમાં ગળેફાંસો ખાઈ શ્રમિકનો આપઘાત

માળીયા(મી) તાલુકાના ખાખરેચીમાં પેપરમિલની લેબર કોલોનીમાં ગળેફાંસો ખાઈ શ્રમિકનો આપઘાત

માળીયા(મી)ના ખાખરેચી ગામની સીમમાં આવેલી લેમિનેટ પેપરમિલની લેબર કોલોનીમાં છેલ્લા એક વર્ષથી બીમાર રહેતા રાજસ્થાનના શ્રમિકે કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી) તાલુકાના ખાખરેચી ગામની સીમમાં આવેલી લેમિનેટ પેપરમિલની લેબર કોલોનીમાં રહેતા હરીશભાઈ ટોલીયાભાઈ મકવાણા ઉવ.૨૩ મૂળ રાજસ્થાનના બાંસવાડા જીલ્લાના વતની હતા. તેઓ છેલ્લા એક વર્ષથી બીમાર રહેતા હતા અને દર દસ-પંદર દિવસે સારવાર માટે જવું પડતું હતું. આ સ્થિતિથી કંટાળીને ગઈકાલ તા.૧૩ ઓક્ટોબરના રોજ રાત્રિ દરમિયાન પોતાના રૂમમાં પંખા સાથે ઓઢણી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. તેમને સારવાર માટે જેતપર સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે માળીયા(મી) પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!