Saturday, October 17, 2026
HomeGujaratમોરબીમાં રૂ. ૪૪.૭૪ લાખની ટાઇલ્સ લઈ મુંબઈના શખ્સે વેપારી સાથે છેતરપિંડી આચરી

મોરબીમાં રૂ. ૪૪.૭૪ લાખની ટાઇલ્સ લઈ મુંબઈના શખ્સે વેપારી સાથે છેતરપિંડી આચરી

પ્રખેતુ વેન્ચર્સ એલએલપીના નામે વેપારીને વિશ્વાસમાં લઈ ૭,૮૬૫ બોક્સ ટાઇલ્સ પાંચ ગાડીમાં મંગાવી પેમેન્ટ કર્યા વિના ફોન બંધ કરી દીધા.

- Advertisement -
- Advertisement -

મોરબીના રંગપર ગામે આવેલી વેલેન્ઝા ગ્રેનિટો એલએલપી કંપનીમાંથી રૂ.૪૪,૭૪,૯૮૫/- ની કિંમતનાં ૭,૮૬૫ બોક્સ ટાઇલ્સ મંગાવી પેમેન્ટ નહીં ચૂકવી છેતરપિંડી કર્યાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે. આ મામલે મુંબઈના રજનીકાંત પોપટભાઈ ખોખર સામે પોલીસે ગુનો નોંધી આગળની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મોરબી તાલુકાના રંગપર ગામે આવેલી વેલેન્ઝા ગ્રેનિટો એલએલપી કંપનીના ભાગીદાર અને લીલાપર ગામે રામજી મંદિર પાછળ રહેતા ભરતભાઈ પ્રાગજીભાઈ છત્રોલા ઉવ.૩૮એ તાલુકા પોલીસમાં આરોપી રજનીકાંત પોપટભાઈ ખોખર રહે.મુંબઇ મોબાઈલ નં.૯૭૬૯૭ ૬૬૩૩૨ વાળા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ગત તા. ૨૭ એપ્રિલ ૨૦૨૬ના રોજ કંપનીના માર્કેટિંગ વિભાગમાં કામ કરતા જીતભાઈ વાસજાળીયાનો સંપર્ક ઉપરોક્ત મુંબઈના રજનીકાંત પોપટભાઈ ખોખરે પોતાના મોબાઇલ નંબરથી કર્યો હતો. તેણે મુંબઈમાં પ્રખેતુ વેન્ચર્સ એલએલપી નામની પેઢી અને મોટું કન્સ્ટ્રક્શન કામ હોવાનું જણાવી ટાઇલ્સનો વેપાર કરવા માટે સંપર્ક સાધ્યો હતો. ત્યારબાદ ટાઇલ્સના સેમ્પલ પસંદ કરી ૭,૮૬૫ બોક્સ ટાઇલ્સનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. પેમેન્ટ ૪૫ દિવસની ક્રેડિટ પર ચૂકવવાની ખાતરી આપતા, આ વિશ્વાસના આધારે કંપની દ્વારા રાજશક્તિ ટ્રાન્સપોર્ટ મારફતે પાંચ અલગ-અલગ ગાડીમાં ટાઇલ્સનો માલ મોકલવામાં આવ્યો હતો. બાદમાં પેમેન્ટની મુદત પૂર્ણ થયા બાદ રજનીકાંત ખોખરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં તેનો મોબાઇલ ફોન બંધ આવતો હતો.

વધુમાં, રજનીકાંત ખોખરે મિલેનિયમ સિરામિક વાળા તેમના ઓળખીતા હોવાનું જણાવી અન્ય એક મોબાઇલ નંબર (૯૧૦૬૧૩૯૫૨૯) આપ્યો હતો. આ નંબર પર સંપર્ક કરતાં તે ફોન પણ બંધ આવતો હોવાનું સામે આવ્યું હતું. આ રીતે કુલ રૂ. ૪૪,૭૪,૯૮૫/-ની કિંમતનાં ટાઇલ્સના ૭,૮૬૫ બોક્સનું પેમેન્ટ નહીં ચૂકવી છેતરપિંડી કરી હતી. હાલ ભરતભાઈ છત્રોલાની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી રજનીકાંત પોપટભાઈ ખોખર તથા અન્ય મોબાઇલ નંબરનો ઉપયોગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૮(૪) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!