Saturday, October 17, 2026
HomeGujaratમોરબીમાં સોના-ચાંદીની દુકાનમાં થયેલી રૂ. ૧૭.૨૪ લાખની ચોરીનો ૧૦૦% મુદ્દામાલ મૂળ માલિકને...

મોરબીમાં સોના-ચાંદીની દુકાનમાં થયેલી રૂ. ૧૭.૨૪ લાખની ચોરીનો ૧૦૦% મુદ્દામાલ મૂળ માલિકને પરત સોંપાયો:સોની સમાજે એસપી અને જિલ્લા પોલીસનું સન્માન કર્યું

પોલીસની મહેનતથી ન્યાય મળે છે ત્યારે માત્ર ગુનાનો ભેદ નથી ઉકેલાતો પરંતુ જનતાનો વિશ્વાસ પણ વધુ મજબૂત બને છે, તે સૂત્રને મોરબી જિલ્લા પોલીસે સાર્થક કરી બતાવ્યું છે. મોરબી સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સરદાર રોડ પર ‘રાધા કૃષ્ણ જવેલર્સ’ નામની સોનીની દુકાનની પાછળની દીવાલમાં બાકોરું પાડીને તા. ૫/૯/૨૦૨૬ ના રોજ રાત્રિના સમયે અજાણ્યા ઈસમો કુલ રૂ. ૧૭,૨૪,૦૦૦/- ની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરી ગયા હતા.

- Advertisement -
- Advertisement -

આ અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવા માટે મોરબી જિલ્લા પોલીસે આસપાસના આશરે ૨૫૦ જેટલા સીસીટીવી કેમેરા, નેત્રમ સીસીટીવી અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદ લીધી હતી.ગણતરીના દિવસોમાં પોલીસે ચોરીનો ભેદ ઉકેલીને બંને ચોરોને ઝડપી પાડ્યા હતા અને ચોરીમાં ગયેલો ૧૦૦ ટકા મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલના હસ્તે ફરિયાદીને તેમનો ચોરીમાં ગયેલો સંપૂર્ણ રૂ. ૧૭,૨૪,૦૦૦/- નો મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યો હતો. પોલીસની આ ઉત્કૃષ્ટ અને ઝડપી કામગીરીને બિરદાવવા માટે મોરબી જિલ્લા સોની સમાજના પ્રમુખ રશ્મીનભાઈ આડેસરા, મંત્રી નલાભાઈ પાટડિયા તથા આગેવાનો વજુભાઈ ખીચડિયા, દિનેશભાઈ વાગડિયા અને મનુભાઈ રાણપરા સહિતનાઓએ પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ, નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલ તથા મોરબી સીટી ‘એ’ ડિવિઝન પોલીસ ટીમનું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી સન્માન કર્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!