Monday, October 19, 2026
HomeGujaratલાકડધારમાં શાળામાં બાળકો વચ્ચેની બોલાચાલીનો ખાર રાખી દાદા પર લાકડીથી હુમલો

લાકડધારમાં શાળામાં બાળકો વચ્ચેની બોલાચાલીનો ખાર રાખી દાદા પર લાકડીથી હુમલો

રામાપીરના મંદિરે બોલાચાલી બાદ માતાજીના મઢે વૃદ્ધને માથામાં લાકડીનો ઘા માર્યો, પુત્રને પણ ઢીકાપાટુનો માર.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના લાકડધારમાં શાળામાં બાળકો વચ્ચે થયેલી બોલાચાલીનો ખાર રાખી ચાર શખ્સોએ વૃદ્ધ અને તેમના પુત્ર સાથે મારામારી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

વાંકાનેર તાલુકાના લાકડધાર ગામના મગનભાઈ ભલાભાઈ અણીયારીયા ઉવ.૫૦ વાળાએ બાબુ સાદુર માલકીયા, મહેશ રાજુ માલકીયા, રણજીત સાદુર માલકીયા અને કેતન વલ્લભ માલકીયા બધા રહે. લાકડધાર તા.વાંકાનેર વાળા વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદ મુજબ, ગત તા.૧૭/૧૦ના રોજ ફરિયાદી મગનભાઈના આઠ વર્ષીય પૌત્ર અને કાનાભાઈ સાદુરભાઇના દીકરા વચ્ચે શાળામાં બોલાચાલી થઈ હતી. આ બાબતે રાત્રે રામાપીરના મંદિરે આરોપી બાબુ અને મહેશે ફરિયાદી મગનભાઈ સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી હતી. ત્યારબાદ માતાજીના મઢે પહોંચેલા ફરિયાદી મગનભાઈ સાથે આરોપી રણજીત અને કેતને ઝઘડો કર્યો હતો. આ દરમિયાન રણજીતે લાકડીનો ઘા માથામાં મારતા મગનભાઈને ઈજા થઈ હતી, જ્યારે વચ્ચે પડેલા તેમના પુત્ર દશરથને આરોપી કેતને ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજાઓ પહોંચાડી હતી.

ઈજાગ્રસ્ત પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મગનભાઈને માથામાં ટાંકા લેવા પડ્યા હતા. હાલ વાંકાનેર તાલુકા પોલીસે ચારેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા તથા જીપી એક્ટ હેઠળની કલમો મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!