Saturday, October 24, 2026
HomeGujaratમોરબીના રંગપર ગામે ફિલ્ટર પ્લાન્ટની ઓરડીમાં ચાલતા જુગારધામમાંથી છ જુગારી પકડાયા.

મોરબીના રંગપર ગામે ફિલ્ટર પ્લાન્ટની ઓરડીમાં ચાલતા જુગારધામમાંથી છ જુગારી પકડાયા.

પોલીસે રોકડા રૂ.૧.૭૫ લાખ અને છ મોબાઇલ સહિત રૂ.૨.૭૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના રંગપર ગામે બાપા સીતારામ પાણીના ફિલ્ટર પ્લાન્ટની ઓરડીમાં ચાલતા તીનપત્તીના જુગાર ઉપર પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જેમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા જનકસિંહ કસરૂભા ઝાલા ઉવ.૪૦ વર્ષ રહે. સૂર્યનગર (શક્તિનગર) રંગપર તા.જી.મોરબી, મુકેશભાઈ બચુભાઈ દેસાઈ ઉવ.૪૯ રહે. ફ્લેટ નં. ૭૦૧ ગોકુલ મથુરા એપાર્ટમેન્ટ રોયલપાર્ક મહેન્દ્રનગર મોરબી-૨ મૂળરહે. સુવરદર તા.હળવદ, મગનભાઈ ભુદરભાઈ લોરીયા ઉવ.૬૫ રહે. ઉમિયા સોસાયટી કુંભારીયા તા.માળિયા(મી), રમેશભાઈ છગનભાઈ કાલરીયા ઉવ.૫૫ રહે. જીવાપર (ચકમપર) તા.જી.મોરબી, શંકરભાઈ અંબારામભાઈ દેત્રોજા ઉવ.૬૪ રહે. ફ્લેટ નં. ૬૦૩ મારુતિ એપાર્ટમેન્ટ મિલનપાર્ક મહેન્દ્રનગર મોરબી-૨ તથા ધીરૂભાઈ પ્રભુભાઈ કૈલા ઉવ.૬૮ રહે.ફ્લેટ નં. ૬૦૩ મારુતિ એપાર્ટમેન્ટ મિલનપાર્ક મહેન્દ્રનગર મોરબી-૨ વાળા મળી આવતાં પોલીસે તેમને ઝડપી લીધા હતા. આ સાથે સ્થળ પરથી રોકડા રૂ.૧,૭૫,૪૦૦/- અને છ મોબાઇલ ફોન સહિત કુલ રૂ.૨,૭૦,૪૦૦/- નો મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!