Sunday, October 25, 2026
HomeGujaratમોરબીના ખેવાળીયામાં ઝેરી દવા પી જતાં ૧૦ વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન મોત

મોરબીના ખેવાળીયામાં ઝેરી દવા પી જતાં ૧૦ વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન મોત

મોરબીના ખેવાળીયા અને નારણકા ગામ વચ્ચે વાડીમાં શ્રમિક પરિવારની ૧૦ વર્ષીય બાળકી કોઈ કારણોસર ઝેરી મોનોકોટો દવા પી ગઈ હતી. ત્યારે તેણીનું સારવાર દરમિયાન મોરબીની સરકારી હોસ્પિટલમાં કરુણ મોત નીપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના ખેવાળીયા ગામે રહેતી ૧૦ વર્ષીય સોહાના રંગેશભાઈ મેડા ગત તા.૨૦ ઓક્ટોબરના રોજ ખેવાળીયા અને નારણકા ગામ વચ્ચે ભરતભાઈ કાનજીભાઈની વાડીમાં બપોરે આશરે બાર વાગ્યે કોઈ કારણોસર મોનોકોટો દવા પી ગઈ હતી. તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તા.૨૪ ઓક્ટોબરના રોજ ચાલુ સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!