Wednesday, October 28, 2026
HomeGujaratમોરબીના પ્રેમજીનગરમાં પોલીસ ફરિયાદનો ખાર રાખી બે શખ્સોએ પાઈપ વડે કારના કાચ...

મોરબીના પ્રેમજીનગરમાં પોલીસ ફરિયાદનો ખાર રાખી બે શખ્સોએ પાઈપ વડે કારના કાચ તોડ્યા

મોરબી તાલુકાના પ્રેમજીનગર(મકનસર)માં અગાઉ નોંધાવેલી પોલીસ ફરિયાદનો ખાર રાખીને બે શખ્સોએ લોખંડના પાઈપ વડે કારના આગળના અને ડ્રાઈવર સાઈડના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. હાલ તાલુકા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરના આંબેડકરનગર શેરી નં.૨ માં રહેતા અજયભાઈ વાઘજીભાઈ સુમેસરાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી રોહિતભાઈ ગીરીશભાઈ ચાવડા રહે. મહિકા તા.વાંકાનેર તથા અનુભાઈ દેવશીભાઈ પરમાર રહે. પ્રેમજીનગર વાળા સામે ફરિયાદ નોંધાવી કે, ગઈકાલ તા. ૨૭ ઑક્ટોબરના રોજ ફરિયાદી અજયભાઈ પોતાના બનેવી નરેન્દ્રભાઈની ટાટા પંચ કાર રજી.નં. જીજે-૩૬-એપી-૭૯૨૭ લઈને મિત્ર નિખીલ અરવિંદભાઈ ચૌહાણ સાથે પ્રેમજીનગરથી મોરબી જવા નીકળ્યા હતા. ત્યારે બપોરે આશરે દોઢ વાગ્યાના અરસામાં પ્રેમજીનગરમાં અવેડા પાસેની શેરીમાં પહોંચતા જ્યાં અગાઉ પોલીસ ફરિયાદ કરી હોય તેનો ખાર રાખી આરોપી અનુભાઈ દેવશીભાઈ પરમાર રિક્ષામાંથી લોખંડનો પાઈપ લઈને આવ્યા અને કારના આગળના કાચ પર હુમલો કર્યો હતો ત્યારબાદ મહીકા ગામના આરોપી રોહિતભાઈ ચાવડાએ પણ લોખંડના પાઈપ વડે કારના ડ્રાઈવર સાઈડના કાચને નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ બંને શખ્સોએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ દરમિયાન ફરિયાદી અને તેમના સાથીએ કાર પાછળ લઈ જઈ પ્રેમજીનગર ગામની બહાર નીકળી પોલીસની મદદ માટે ૧૧૨ નંબર પર ફોન કર્યો હતો. હાલ મોરબી તાલુકા પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!