Thursday, October 29, 2026
HomeGujaratમોરબીની અનુપમ સોસાયટીમાં બે અજાણ્યા શખ્સોએ બ્રેઝા કારમાં આગ ચાંપી, CCTV ફૂટેજ...

મોરબીની અનુપમ સોસાયટીમાં બે અજાણ્યા શખ્સોએ બ્રેઝા કારમાં આગ ચાંપી, CCTV ફૂટેજ વાયરલ

મોરબીના રવાપર રોડ પર આવેલી અનુપમ સોસાયટીમાં મોડી રાત્રે પાર્ક કરેલી બ્રેઝા કારને અજાણ્યા બે શખ્સોએ આગ ચાંપી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર બનાવ સોસાયટીના CCTV કેમેરામાં કેદ થયો હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરના રવાપર રોડ પર આવેલી અનુપમ સોસાયટીમાં કારને આગ ચાંપવાની ઘટના સામે આવતાં સ્થાનિક રહીશોમાં ચિંતા ફેલાઈ છે. આ સોસાયટીમાં મોડી રાત્રે પાર્ક કરેલી બ્રેઝા કારને બે અજાણ્યા શખ્સોએ નિશાન બનાવી જ્વલનશીલ પદાર્થ છાંટી આગ લગાવી દીધી હતી. આ સમગ્ર ઘટના સોસાયટીમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાના ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જેમાં અજાણ્યા બે શખ્સો કારને આગ ચાંપી ત્યાંથી ફરાર થતા સ્પષ્ટ જોવા મળ્યા હતા. શહેરમાં વાહનોને આગ ચાંપવાની ઘટનાઓ સામે આવતાં લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. જોકે, આ બનાવમાં કોણ સંડોવાયેલું છે અને આગ લગાડવા પાછળનું કારણ શું છે તે અંગે સત્તાવાર વિગતો ઉપલબ્ધ નથી. હાલ પોલીસ તપાસમાં આરોપીઓના ચહેરા સામે આવશે તેવી આશા સેવાઇ રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!