Friday, October 30, 2026
HomeGujaratવાંકાનેરમા SMC નો દરોડો; રૂ. ૩૫.૪૯ લાખના વિદેશી દારૂ બિયર ભરેલ ફોર્ચ્યુનર...

વાંકાનેરમા SMC નો દરોડો; રૂ. ૩૫.૪૯ લાખના વિદેશી દારૂ બિયર ભરેલ ફોર્ચ્યુનર સાથે ચાર શખ્સો ઝડપાયા, ચારને વોન્ટેડ જાહેર કરાયા

ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે ચાલતી દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી જી.એસ. મલિક દ્વારા સખત સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાઓના પગલે સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ની ટીમ દ્વારા મોરબી જિલ્લાના વાંકાનેર વિસ્તારમાં સફળ દરોડો પાડવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

જાહેર રસ્તા પરથી પકડાયો વિદેશી દારૂનો મોટો જથ્થો

સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.જી. એનુરકર અને તેમની ટીમે વાંકાનેર જકાતનાકા ચાર રસ્તા પાસે આવેલ જડેશ્વર મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સની સામે જાહેર રસ્તા ઉપર આ ઓપરેશન પાર પાડ્યું હતું. આ રેઈડ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની આશરે ૫૫ પેટીઓ ( કુલ ૬૫૮ બોટલો) જેની કિંમત રૂપિયા ૧૦,૪૧,૬૭૪/- થાય છે, તે જપ્ત કરવામાં આવી છે. દારૂના આ જથ્થા ઉપરાંત એક વાહન અને અન્ય મુદ્દામાલ મળીને પોલીસે કુલ રૂપિયા ૩૫,૪૯,૦૭૪/- નો જંગી મુદ્દામાલ કબજે કર્યો છે.

રાજસ્થાનના ૪ શખ્સો પોલીસના સકંજામાં

આ દરોડા દરમિયાન પોલીસ દ્વારા ઘટનાસ્થળેથી ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેઓ રાજસ્થાનના જાલોર જિલ્લાના રહેવાસી છે જેમાં શ્રવણકુમાર બુદ્ધરામ બિશ્નોઈ (રહે. વિરાવા, ચિતલવાના, જિ. જાલોર),વિકાસકુમાર સહીરામ બિશ્નોઈ (રહે. વિરાવા, ચિતલવાના, જિ. જાલોર),અશોકકુમાર લધુરામજી બિશ્નોઈ (રહે. કેરિયા, ચિતલવાના, જિ. જાલોર),રાહુલકુમાર રઘુનાથરામ બિશ્નોઈ (રહે. હાલીવાવ, ચિતલવાના, જિ. જાલોર)ની ધરપકડ કરાઈ છે.

અન્ય ૪ આરોપીઓ વોન્ટેડ જાહેર

પોલીસ પૂછપરછ અને તપાસ દરમિયાન આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય ચાર શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે જેમાં કૈલાશ ઉર્ફે સંજુ બિશ્નોઈ (રહે. રાનીવાડા, જાલોર, રાજસ્થાન), સંજીવ (રહે. ગુડગાંવ, હરિયાણા),વિપુલ (રહે. મોરબી), ફોર્ચ્યુનર (Fortuner) ફોર-વ્હીલર વાહન નંબર RJ-14-UK-2540 નો માલિકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

આ અંગે મોરબી જિલ્લાના વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં તારીખ ૩૦/૧૦/૨૦૨૬ ના રોજ પ્રોહીબિશન એક્ટની કલમ ૬૫(એ)(ઈ), ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬(બી) તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૪૦(૨) મુજબ ગુનો નોંધીને આગળની પાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!