Saturday, October 31, 2026
HomeGujaratમોરબી બ્લુઝોન ફેક્ટરી ખાતે પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની શુભેચ્છા મુલાકાત

મોરબી બ્લુઝોન ફેક્ટરી ખાતે પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની શુભેચ્છા મુલાકાત

સિરામિક ઉદ્યોગના વીજળી, પાણી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રશ્નો અંગે ઉદ્યોગકારો સાથે કરી ચર્ચા-વિચારણા

- Advertisement -
- Advertisement -

મોરબી: ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાએ આજે મોરબી સ્થિત બ્લુઝોન ફેક્ટરીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ભાજપના મહામંત્રી અરવિંદભાઈ વાસદડિયા, મહામંત્રી તપનભાઈ દવે સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મોરબી સિરામિક ઉદ્યોગના આગેવાનો, એસોસિએશનના હોદ્દેદારો તેમજ જેટકો અને પીજીવીસીએલના અધિકારીઓની ઉપસ્થિતિમાં ઉદ્યોગને લગતા વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.ખાસ કરીને સિરામિક ઉદ્યોગને અવિરત વીજળી મળી રહે તે માટે વીજ પુરવઠામાં આવતા અવરોધો દૂર કરવા, વધતી વીજ માંગને પહોંચી વળવા નવી વીજલાઈનો અને સબસ્ટેશનોનું નિર્માણ કરવા તેમજ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમયસર વિકાસ કરવા અંગે રજૂઆતો કરવામાં આવી હતી. આ ઉપરાંત ઉદ્યોગને સતાવતી પાણીની સમસ્યા સહિતના અન્ય મહત્ત્વના પ્રશ્નો પણ મંત્રીશ્રી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.

મંત્રી ત્રિકમભાઈ છાંગાએ ઉદ્યોગકારો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોને સાંભળી તેમના વહેલી તકે નિરાકરણ માટે શક્ય તમામ પ્રયત્નો કરવાની ખાતરી આપી હતી.

મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ એરવાડિયાએ જણાવ્યું હતું કે, મોરબીના સિરામિક ઉદ્યોગના વિકાસ, જરૂરી સુવિધાઓના વિસ્તરણ અને ઉદ્યોગકારોની સમસ્યાઓના ઉકેલ માટે સરકાર તથા ઉદ્યોગ જગત વચ્ચે આવો સંવાદ મહત્ત્વપૂર્ણ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!