એક હોસ્પિટલમાં ફાયર પ્રિવેન્શન ટ્રેનિંગ સાથે ફાયર સેફ્ટી સિસ્ટમનું ચેકિંગ કરાયું, ખામીઓ બદલ નોટિસ ફટકારાઈ
મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા તા. ૨૮/૧૦/૨૦૨૬થી ૦૩/૧૧/૨૦૨૬ દરમિયાન એક હોસ્પિટલના ૧૫ કર્મચારીઓને આગથી બચાવ અને ફાયર સેફ્ટી સાધનોના ઉપયોગ અંગે તાલીમ આપવામાં આવી હતી.
મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા ફાયર પ્રિવેન્શન અને સલામતીના ભાગરૂપે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત એક હોસ્પિટલના ૧૫ સ્ટાફને આગની દુર્ઘટના સમયે સાવચેતી રાખવા, ફાયર સેફ્ટી સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા અને ઇમરજન્સીની સ્થિતિમાં જરૂરી પગલાં લેવા અંગે તાલીમ આપવામાં આવી હતી.
આ ઉપરાંત બિલ્ડિંગના ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને ફાયર સેફ્ટી સિસ્ટમના ઇન્સ્ટોલેશનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં અપૂરતી ફાયર સેફ્ટી વ્યવસ્થા ધરાવતી બિલ્ડિંગને નોટિસ આપી જરૂરી સૂચનો અને માર્ગદર્શિકા આપવામાં આવી હતી. જ્યારે ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ (FSPA) માટે આવેલી ૦૪ અરજીઓ આર.એફ.ઓ. કચેરીમાં ફોરવર્ડ કરવામાં આવી હતી. બીજી તરફ, મોરબી ફાયર શાખા દ્વારા આ સમયગાળા દરમિયાન ૦૭ ફાયર કોલ અને ૦૧ રેસ્ક્યુ કોલના બનાવોમાં ફાયર જવાનોએ કામગીરી કરી હતી.
મોરબીના નાગરિકોને આગની દુર્ઘટના સમયે સાવચેતી રાખવા અને ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. કોઈપણ ઇમરજન્સી સમયે મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના હેલ્પલાઇન નંબર (૦૨૮૨૨) ૨૩૦૦૫૦, ૧૦૧ અથવા ૧૧૨ પર સંપર્ક કરવા ચીફ ફાયર ઓફિસર દ્વારા જણાવાયું છે.






