Saturday, November 7, 2026
HomeGujaratદિવાળી પૂર્વે મોરબીમાં ૯૫ ખાદ્ય-પેઢીઓમાં ફૂડશાખાની તપાસ, ૧૫કિલો અખાદ્ય સામગ્રીનોનાશ

દિવાળી પૂર્વે મોરબીમાં ૯૫ ખાદ્ય-પેઢીઓમાં ફૂડશાખાની તપાસ, ૧૫કિલો અખાદ્ય સામગ્રીનોનાશ

લાઈસન્સ વિના ધંધો કરતી ૮ પેઢીઓને નોટિસ, બળેલા તેલ અને વાસી ખાદ્ય સામગ્રીનો નાશ કરી નિયમભંગ કરનાર વેપારીઓ સામે કાર્યવાહી

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ દિવાળી પૂર્વે શહેરની ૯૫ ખાદ્ય પેઢીઓમાં તપાસ હાથ ધરી હતી. જેમાં લાઈસન્સ વિના ધંધો, બળેલું તેલ, વાસી અને એક્સપાયરી ડેટવાળી ખાદ્ય સામગ્રી તેમજ સ્વચ્છતાના અભાવ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી.

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા રવાપર રોડ, શનાળા રોડ, રવાપર ચોકડી, ઉમિયા સર્કલ, GIDC, નગર દરવાજા, સમાકાંઠા, પંચાસર રોડ, ડી-માર્ટ રોડ સહિતના વિસ્તારોમાં આશરે ૯૫ ખાદ્ય પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન લાઈસન્સ ન ધરાવતી ૮ પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી હતી અને આશરે ૧૫ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો હતો. ૨૦ પેઢીઓમાં TPC મશીનથી તેલની ચકાસણી કરતાં પિઝા પાઈ અને બર્ગર મોલમાંથી TPC ૨૫થી વધુ હોવાનું સામે આવતા આશરે ૭ કિલો બળેલા તેલનો નાશ કરાવી નોટિસ આપવામાં આવી હતી.

તપાસ દરમિયાન રવાપર રોડની ગુરુજી ફાસ્ટ ફૂડમાંથી વાસી મન્ચુરિયન ગ્રેવી, પિઝા પાઈમાંથી ૩૦૦ ગ્રામ વાસી પાસ્તા, ધ લવ ઓફ વફલમાંથી ૫૦૦ ગ્રામ એક્સપાયરી ડેટવાળા ચોકો ચિપ્સ તેમજ અવધ સ્વીટમાંથી એક્સપાયરી ડેટવાળા ચવાણાં અને ચોરાફળીના પેકેટનો નાશ કરવામાં આવ્યો હતો. અવધ સ્વીટ, પટેલ સ્વીટ એન્ડ નમકીન તથા ભોલેબાબા ડેરી ફાર્મમાં ગંદકી અને કારીગરોની વ્યક્તિગત સ્વચ્છતાના અભાવ બદલ કડક નોટિસ આપવામાં આવી હતી. બીજી તરફ, પંચાસર રોડ અને સમાકાંઠાના જય અંબે વોટર, પવિત્ર વોટર, સ્પીડ વોટર, શ્રી ગણેશ વોટર અને શિવ ગંગા વોટરના નમૂનાઓની તપાસમાં તમામ પાંચ પ્લાન્ટના પાણીના રિપોર્ટ યોગ્ય આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!