Sunday, November 8, 2026
HomeGujaratમોરબીના રવાપર રોડ ઉપર કારની ટક્કરે બાઈકસવાર યુવાનનું મોત, ચાલક ઘાયલ

મોરબીના રવાપર રોડ ઉપર કારની ટક્કરે બાઈકસવાર યુવાનનું મોત, ચાલક ઘાયલ

રામ તળાવ પાસે જોગ અન્નક્ષેત્ર સામે પાછળથી આવેલી ફોરવ્હીલે બાઈક સવાર બંને મિત્રોને ફંગોળ્યા, કારચાલક ફરાર.

- Advertisement -
- Advertisement -

મોરબીના રવાપર રોડ પર રામ તળાવ પાસે અજાણી ફોરવ્હીલ કારે પાછળથી બાઇકને ટક્કર મારતાં બાઇકસવાર બે મિત્રો ફંગોળાયા હતા અને રોડની સાઇડની ગટરમાં પડ્યા હતા. અકસ્માતમાં એક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે બાઇકચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

બનાવની મળતી માહિતી મુજબ ટંકારાના વિરપર ગામના સુખદેવભાઈ કેશવજીભાઈ ઉઘરેજા ઉવ.૨૮ અને તેમના મિત્ર ભરતભાઈ વિનોદભાઈ મુછડીયા ગત તા. ૦૬/૧૧ના રોજ સાંજના સમયે સ્પેલન્ડર પ્લસ બાઇક રજી. નં. જીજે-૩૬-કે-૯૩૨૧ ઉપર વિરપરથી રવાપર રોડ પર ભુમી-એ એપાર્ટમેન્ટ ખાતે કામે જઈ રહ્યા હતા. દરમિયાન રામ તળાવ પાસે જોગ અન્નક્ષેત્ર સામે પાછળથી આવેલી અજાણી ફોરવ્હીલ કારના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેદરકારીથી ચલાવી આવી બાઇકને ટક્કર મારતાં બંને મિત્રો ગટરમાં ફંગોળાયા હતા.

આ અકસ્મતમાં બાઈક ચાલક સુખદેવભાઈને માથા સહિત શરીરે ઇજાઓ પહોંચી હતી, જ્યારે પાછળ બેઠેલ ભરતભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થતાં પ્રથમ મોરબી અને ત્યારબાદ રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન ભરતભાઈનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે સુખદેવભાઈ ઉઘરેજાએ અજાણી ફોરવ્હીલ કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. હાલ સીટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!