Saturday, November 14, 2026
HomeGujaratમોરબીના ટીંબડી ગામના સોલંકી પરિવારનું પાકા મકાનનું સ્વપ્ન થયું સાકાર

મોરબીના ટીંબડી ગામના સોલંકી પરિવારનું પાકા મકાનનું સ્વપ્ન થયું સાકાર

ડો. આંબેડકર આવાસ યોજના બની ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ: કાચા કે ઝૂંપડા જેવા મકાનની મુશ્કેલીઓ બની ભૂતકાળ, હવે સુરક્ષિત છત નીચે ગૌરવભેર જીવન વિતાવી રહ્યા છે શ્રમિક પરિવારો.

- Advertisement -
- Advertisement -

e-samajkalyan પોર્ટલની પારદર્શક ઓનલાઈન પ્રક્રિયાથી સરળતાથી સરકારની રૂ.૧.૭૦ લાખની આવાસ સહાય મંજૂર થઈ.

મોરબી: અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ઘરવિહોણા કે કાચા મકાનોમાં રહેતા શ્રમિક પરિવારોને પોતાના આવાસનું સ્વપ્ન સાકાર કરવા માટે ‘ડો. આંબેડકર આવાસ યોજના’ અત્યંત આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ યોજના અંતર્ગત મોરબી જીલ્લાના ટીંબડી ગામના રહેવાસી એવા અરજદાર સોલંકી અરુણાબેન રાજેશભાઈ અને સોલંકી નયનાબેન નરેશભાઈને સરકાર દ્વારા પ્રતિ લાભાર્થી રૂ.૧,૭૦,૦૦૦/- ની ઉદાર આવાસ સહાય મંજૂર કરવામાં આવી છે.

યોજનાનો લાભ મળ્યા બાદ ખુશી વ્યક્ત કરતા લાભાર્થી અરૂણાબેન અને નયનાબેન જણાવે છે કે, અમે અગાઉ કાચા મકાનમાં મુશ્કેલભર્યું જીવન વિતાવતા હતા. ચોમાસામાં પાણી ટપકવાની અને ઉનાળા-શિયાળામાં પડતી મુશ્કેલીઓ વચ્ચે પાકું મકાન બનાવવું અમારા માટે મુશ્કેલ હતું. પરંતુ સરકારની ડો. આંબેડકર આવાસ યોજના અને ઓનલાઈન પોર્ટલના માધ્યમથી અમને પારદર્શક રીતે રૂ.૧,૭૦,૦૦૦/- ની સહાય મળી ગઈ છે. આજે અમારું પોતાનું પાકું અને સુરક્ષિત ઘર બની જતાં અમારા પરિવારને મોટી રાહત મળી છે અને અમારું જીવન સુધરી ગયું છે.

જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય કે કાચું, માટીનું મકાન ધરાવતા હોય અને જેઓ રહેઠાણ વિહોણા હોય તેવા મકાન ધારકોને આ યોજના હેઠળ સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓએ e-samajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી હતી. વહીવટી તંત્ર દ્વારા જરૂરી ચકાસણી અંતર્ગત આ સહાય ચાર હપ્તામાં કુલ રૂ. ૧,૭૦,૦૦૦/- ની નાણાકીય સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

વિકાસની મુખ્ય ધારાથી વંચિત પરિવારોને આત્મનિર્ભર અને સન્માનભેર જીવન જીવતા કરવાનો સરકારનો સંકલ્પ ડો. આંબેડકર આવાસ યોજના દ્વારા સાકાર થઈ રહ્યો છે. છેવાડાના માનવીની ચિંતા કરી તેમને પાકી છત અને સુરક્ષિત ભવિષ્ય પૂરું પાડતી આ યોજના મોરબી જીલ્લાના શ્રમિક પરિવારો માટે સુખનું સરનામું બની રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!