મકનસરથી મોરબી આવતી રિક્ષાને પાછળથી ટ્રેલરે મારી ટક્કર, રિક્ષામાં સવાર બે વ્યક્તિઓ પણ ઇજાગ્રસ્ત.
મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર લાલપર નજીક ટ્રક-ટ્રેલરે માલવાહક રિક્ષાને પાછળથી ટક્કર મારતાં રિક્ષા ચાલક ૬૬ વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું હતું, જ્યારે રિક્ષામાં સવાર અન્ય બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા.
મકતી વિગતો અનુસાર, મકનસર ગામના પ્રેમજીભાઈ પંચાસરા ઉવ.૬૬ ગઈકાલ તા. ૧૫ નવેમ્બરના રોજ બપોરે પોતાની માલવાહક રિક્ષા રજી.નં. જીજે-૩૬-ડબલ્યુ-૧૯૫૩ લઈને મકનસરથી મોરબી તરફ આવી રહ્યા હતા. દરમિયાન લાલપર નજીક શૈલેષ કાંટા પાસે ટ્રક-ટ્રેલર રજી.નં. આરજે-૫૦-જીએ-૯૭૭૭ના ચાલકે પૂરઝડપે અને બેદરકારીથી વાહન ચલાવી રિક્ષાને પાછળથી ટક્કર મારતાં રિક્ષા પલટી મારી ગઈ હતી.
અકસ્મતમાં રિક્ષા ચાલક પ્રેમજીભાઈને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે રિક્ષામાં સવાર અશ્વિનભાઈ ગોહિલ ઉવ.૩૫ને ફ્રેક્ચર જેવી ઇજાઓ થતાં રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અને ૧૨ વર્ષીય શક્તિને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. અકસ્માતના આ બનાવ અંગે મૃતકના પુત્ર સતીશભાઈ પંચાસરાએ ટ્રક-ટ્રેલરના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ટ્રેલર ચાલક વિરુદ્ધ બીએનએસ તથા મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






