Monday, November 16, 2026
HomeGujaratગુંગણ ગામની સીમમાં બાવળની કાંટમાંથી ૫૦૦ લીટર ઠંડો આથો ઝડપાયો

ગુંગણ ગામની સીમમાં બાવળની કાંટમાંથી ૫૦૦ લીટર ઠંડો આથો ઝડપાયો

એલસીબીની રેઇડમાં રૂ.૧૨,૫૦૦/-નો દેશી દારૂ બનાવવાનો આથો મળી આવ્યો, આરોપી કિરણ દેલવાડિયા ફરાર જાહેર.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના ગુંગણ ગામની માલાપીરની સીમમાં એલસીબીએ બાવળની કાંટમાં દરોડો પાડી દેશી દારૂ બનાવવા માટે રાખેલો ૫૦૦ લીટર ઠંડો આથો ઝડપી પાડ્યો હતો. જોકે, સ્થળ પરથી આરોપી મળી આવ્યો ન હોવાથી તેને ફરાર જાહેર કરી તેની વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે.

મોરબી એલસીબીની ટીમને બાતમી મળી હતી કે ગુંગણ ગામના કિરણભાઈ જયંતીભાઈ દેલવાડિયાએ માલાપીરની સીમમાં વિડી વિસ્તારમાં વોકળાના કાંઠે બાવળની કાંટમાં દેશી દારૂ બનાવવા માટે આથો રાખ્યો છે. જેના આધારે પોલીસે દરોડો પાડતાં સ્થળે ઉપરથી દેશી દારૂ ગાળવાની બંધ હાલતમાં ભઠ્ઠી, એક લોખંડનું બેરલ અને ૨૦૦ લીટરની ક્ષમતાનાં ત્રણ પ્લાસ્ટિકનાં બેરલ મળી આવ્યાં હતાં. તપાસ દરમિયાન ત્રણેય બેરલમાંથી કુલ ૫૦૦ લીટર ઠંડો આથો કિ.રૂ.૧૨,૫૦૦/- મળી આવ્યો હતો. આ મામલે ગુંગણ ગામના કિરણભાઈ જયંતીભાઈ દેલવાડિયાને ફરાર દર્શાવી, તેની વિરુદ્ધ ક્રાઈમ બ્રાંચ પોલીસે મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટની કલમ મુજબ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!