Tuesday, November 17, 2026
HomeGujaratમોરબીના ટીંબડી ગામ નજીક ડમ્પર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત: પિતા-પુત્રના ઘટનાસ્થળે...

મોરબીના ટીંબડી ગામ નજીક ડમ્પર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત: પિતા-પુત્રના ઘટનાસ્થળે જ કરુણ મોત, મહિલા ગંભીર

મોરબી તાલુકાના ટીંબડી ગામ નજીક ડમ્પર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા પિતા અને છ વર્ષના માસૂમ પુત્રના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે બાઈકમાં સવાર મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના ટીંબડી ગામ નજીક GJ-36-AK-6669 નંબરની બાઈકને ડમ્પરે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈકચાલક રોહિતભાઈ અને તેમની સાથે સવાર છ વર્ષના માસૂમ બાળક આદેશ રોહિતભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બાઈકમાં સવાર લક્ષ્મીબેન રોહિતભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ મોરબી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે મોરબી હાઈવે પર બેફામ રીતે દોડતા ડમ્પરોને કારણે અકસ્માતોની ઘટનાઓ સતત ચિંતાજનક બની રહી છે. ખાસ કરીને નંબર પ્લેટ વગરના ડમ્પરો બેફામ રીતે દોડતા હોવાના આક્ષેપો વચ્ચે વધુ એક ગંભીર અકસ્માતમાં બે નિર્દોષ જીવ ગુમાવતાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના અમલ સામે સવાલો ઊભા થયા છે.જોકે આ બનાવ અંગે હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી મૃતકોના પરિજન અન્ય રાજ્યમાં હોય મોરબી પહોંચ્યા બાદ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!