Friday, November 20, 2026
HomeGujaratવાંકાનેરની ઢુવા ચોકડી નજીક એક્ટિવામાં દારૂ-બિયરના જથ્થા સાથે થાનગઢનો શખ્સ ઝડપાયો

વાંકાનેરની ઢુવા ચોકડી નજીક એક્ટિવામાં દારૂ-બિયરના જથ્થા સાથે થાનગઢનો શખ્સ ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ૧૫ દારૂની બોટલ અને ૫ બિયર ટીન કર્યા જપ્ત.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા પોલીસની વાહન ચેકિંગની કામગીરી દરમિયાન ઢુવા ચોકડી પાસેથી એક્ટિવામાં વિદેશી દારૂ અને બિયરની હેરાફેરી કરતા થાનગઢના એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો.

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ ઢુવા ચોકડી પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે એક્ટિવામાં રજી.નં. જીજે-૧૩-બીએમ-૪૮૮૨ માં પ્લાસ્ટિકની થેલી રાખીને પસાર થતા શખ્સને શંકાના આધારે અટકાવી તપાસ કરવામાં આવી હતી. ત્યારે તેની પાસે રહેલ થેલીની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની ૧૫ બોટલ અને બિયરના ૫ ટીન મળી આવ્યાં હતાં. આ સાથે પોલીસે થાનગઢના આંબેડકરનગર-૫ માં રહેતા વિજયભાઈ ખીમાભાઈ રાઠોડ ઉવ.૨૬ની અટકાયત કરી હતી. તેની પાસેથી વિદેશી દારૂ-બિયરનો જથ્થો કિ.રૂ.૩,૬૧૫/-, રૂ. ૫૦ હજારનું એક્ટિવા અને રૂ. ૩ હજારનો મોબાઈલ ફોન મળી કુલ રૂ.૫૬,૬૨૫/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. હાલ વાંકાનેર તાલુકા પોલીસે પકડાયેલ આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!