Friday, November 20, 2026
HomeGujaratમોરબી-નવલખી હાઈવે પર બરવાળા પાસે ગમખ્વાર બાઇક રિક્ષા વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક...

મોરબી-નવલખી હાઈવે પર બરવાળા પાસે ગમખ્વાર બાઇક રિક્ષા વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક જ ગામના બે મિત્રોના મોત,એક ઈજાગ્રસ્ત:ખેવારિયા ગામમાં શોકનું મોજું

બરવાળા ગામ નજીક CNG રિક્ષા અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર : જય-વીરુની જોડી સમાન બંને મિત્રો હંમેશાં સાથે રહેતા, અંતિમ સફર પણ સાથે જ થઈ

- Advertisement -
- Advertisement -

મોરબી-નવલખી હાઈવે પર અકસ્માતોની હારમાળા વચ્ચે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મોરબીના બરવાળા ગામ નજીક CNG રિક્ષા અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતાં બાઈક પર સવાર બે યુવાન મિત્રોના મોત નીપજ્યા હતા, જ્યારે રિક્ષાચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ અકસ્માતમાં બાઈક પર સવાર ખેવારિયા ગામના સંજય ભીખાભાઈ ડારા (ઉંમર 27 વર્ષ) અને હાર્દિક અરવિંદભાઈ રાઠોડ (ઉંમર આશરે 23 વર્ષ)ના મોત નીપજ્યા હતા. જ્યારે CNG રિક્ષા ચલાવતા સાગરભાઈ નંદલાલભાઈ દંતેસરિયાને ગંભીર ઇજાઓ પહોંચતા તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

કરુણ સંયોગ એ છે કે મૃતક બંને યુવકો વચ્ચે ગાઢ મિત્રતા હતી. બંનેની ભાઈબંધી જાણે ફિલ્મી જોડી જય-વીરુ જેવી હતી. હંમેશાં સાથે હરતા-ફરતા અને એકબીજાની સાથે રહેતા આ બંને મિત્રો જીવનની અંતિમ સફરમાં પણ સાથે જ દુનિયાને અલવિદા કહી ગયા. બે ગાઢ મિત્રોના એકસાથે મોતના સમાચારથી ખેવારિયા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને પરિવારજનોમાં કલ્પાંત છવાયો છે.અકસ્માાતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં મોરબી તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી.એકબીજાના સુખ-દુઃખના સાથી એવા બે મિત્રોનું એકસાથે અકાળે અવસાન થતાં નાના એવા ખેવારિયા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!