Monday, November 23, 2026
HomeGujaratદોઢ વર્ષ પહેલાં સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર આરોપી રાજકોટમાંથી ઝડપાયો

દોઢ વર્ષ પહેલાં સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર આરોપી રાજકોટમાંથી ઝડપાયો

ટંકારાના હીરાપર ગામના પાટિયા પાસેથી સગીરાનું અપહરણ કરાયું હતું, માંડાડુંગર વિસ્તારમાંથી આરોપી સગીરા સાથે મળી આવ્યો

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના હીરાપર ગામના પાટિયા પાસેથી ગત તા. ૧૮ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ સગીરાનું અપહરણ કરી ભગાડી જવાના ગુનામાં દોઢેક વર્ષથી પોલીસ શોધી રહી હતી તે આરોપીને ટંકારા પોલીસે રાજકોટના માંડાડુંગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી સગીરા સાથે ત્યાં રહી મજૂરી કામ કરતો હોવાની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. આરોપીની ધરપકડ કરી ગુનામાં પોક્સો એક્ટની કલમનો ઉમેરો કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, ગત તા. ૧૮/૧૦/૨૦૨૫ના રોજ સવારે સાડા આઠથી નવ વાગ્યાના અરસામાં ટંકારા તાલુકાના હીરાપર ગામના પાટિયા પાસેથી આરોપી હસમુખ ઉર્ફે જીગો સુરેશભાઈ ચૌહાણ ઉવ.૨૧ રહે. હડમતિયા જંકશન તા. પડધરી જી. રાજકોટ વાળો સગીરાને ભગાડી અપહરણ કરી લઈ ગયો હતો. આ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ ૧૩૭(૨) અને ૮૭ મુજબ ગુનો નોંધાયો હતો.

ગુનાની તપાસ દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ બીપીનભાઈ સેરસીયા તથા પોલીસ કોન્સ્ટેબલ કૌશિકકુમાર પેઢડિયાએ હ્યુમન સોર્સ અને ટેકનિકલ માધ્યમથી તપાસ કરતાં આરોપી સગીરા સાથે રાજકોટના માંડાડુંગર વિસ્તારમાં રહી મજૂરી કામ કરતો હોવાની હકીકત મળી હતી. જેના આધારે પોલીસે બંનેને શોધી કાઢી આરોપીને ટંકારા પોલીસ સ્ટેશન લાવી ધરપકડ કરી હતી. વધુમાં ગુનામાં પોક્સો એક્ટની કલમનો ઉમેરો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!