અજાણ્યા શખ્સે મોબાઇલ હેક કરી બેંક ખાતામાંથી રૂ.૩,૪૧,૯૩૩ ઉપાડી લીધા.
વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામે રહેતા ખેડૂત સાથે સાયબર છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા શખ્સે ખેડૂતનો મોબાઇલ હેક કરી તેમના બેંક ખાતામાંથી રૂ.૩,૪૧,૯૩૩.૨૯/- ઉપાડી લેતાં ખેડૂતને આર્થિક નુકસાન થયું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેરના પાંચદ્વારકા ગામે રહેતા સલીમભાઈ સાજીભાઈ બાદી ઉવ.૩૮એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ, ગત તા.૬ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ બપોરે ૧થી ૨:૧૫ વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે કોઈ રીતે તેમનો મોબાઇલ હેક કરી બેંક ખાતામાંથી રૂ.૩,૪૧,૯૩૩.૨૯/- ની માતબર રકમ ઉપાડી લીધી હતી. ત્યારે ભોગ બનનારની ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા આઇટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






