ગ્રામ પંચાયતના દફતરી રેકોર્ડ અને અભયારણ્યની સ્થળ પરની ઝીણવટભરી તપાસ કરી વહીવટી કામગીરીની સમીક્ષા કરી.
મોરબી જીલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ વિડી ભોજપરા ગ્રામ પંચાયતની મુલાકાત લઈ રેકોર્ડની તપાસણી કરી હતી. ત્યારબાદ રામપરા વન્યપ્રાણી અભયારણ્યની કામગીરીનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
મોરબી જીલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા વિડી ભોજપરા ગ્રામ પંચાયતની મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન ગ્રામ પંચાયતના દફતરની તપાસણી કરી પંચાયત હેઠળ આવતા વિવિધ નમૂના નંબરો અને રેકોર્ડ રજિસ્ટરોની ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી. સાથે જ ગ્રામજનોની સુવિધા અને સુખાકારીમાં વધારો થાય તે માટે હાજર અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતની વહીવટી કામગીરીની સમીક્ષા કર્યા બાદ જીલ્લા કલેક્ટરે રામપરા વન્યપ્રાણી અભયારણ્યની મુલાકાત લઈ સ્થળ પર ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન મદદનીશ વન સંરક્ષક પ્રતીક નારોલીયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર મોનાલી કટોચ અને વાંકાનેર મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






