Saturday, November 28, 2026
HomeGujaratવાંકાનેરમાં પાણીના પ્લાન્ટ બહાર પાર્ક કરેલ સ્પ્લેન્ડર બાઈકની ચોરી

વાંકાનેરમાં પાણીના પ્લાન્ટ બહાર પાર્ક કરેલ સ્પ્લેન્ડર બાઈકની ચોરી

સરતાનપર રોડ પર જી.ઈ.બી. સામેના પાણીના પ્લાન્ટમાંથી રૂ.૩૦ હજારનું મોટરસાયકલ ગાયબ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલા પાણીના પ્લાન્ટની બહાર પાર્ક કરેલ હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ અજાણ્યો શખ્સ ચોરી કરી લઈ ગયો હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે.

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે જીઈબી ૬૬ કેવી સામે શિવ વોટર સપ્લાય નામનો પાણીનો પ્લાન્ટ ચલાવતા અને જીઈબીમાં હેલ્પર તરીકે નોકરી કરતા ઉત્તમભાઈ જીવાભાઈ મોરી ઉવ.૨૮ મૂળ ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના અડવીગામના વતનીનું હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ રજી.નં. જીજે-૩૨-એમ-૦૪૪૦ તેમના વોટર પ્લાન્ટમાં કામ કરતા સંજયભાઈ ગૌસ્વામી જમવા જવા માટે લઈ ગયા હતા. ગત તા. ૨૧ નવેમ્બરની રાત્રે આશરે સાડા બાર વાગ્યે સંજયભાઈ જમ્યા બાદ મોટરસાયકલ પ્લાન્ટની બહાર પાર્ક કરીને અંદર સૂઈ ગયા હતા. બીજા દિવસે સવારે મોટરસાયકલ જોવા ન મળતા ઉત્તમભાઈને જાણ કરી હતી. ત્યારબાદ આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં મોટરસાયકલ મળી ન આવતા ઉત્તમભાઈ મોરીએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં મોટરસાયકલની ચોરી અંગે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!