Saturday, November 28, 2026
HomeGujaratહળવદના દેવળીયા-જેતપર રોડ પર બાઇક સ્લીપ થતાં ૪૬ વર્ષીય આધેડનું મોત

હળવદના દેવળીયા-જેતપર રોડ પર બાઇક સ્લીપ થતાં ૪૬ વર્ષીય આધેડનું મોત

રોડ પર વળાંક અને ધોવાઈ ગયેલા ભાગને કારણે બાઇક નાળામાં ખાબકયું: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું.

- Advertisement -
- Advertisement -

હળવદના દેવળીયા ગામથી જેતપર જવાના માર્ગ પર ભોળા પીરની દરગાહ નજીક રોડના નાળા પાસે બાઇક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો. મૂળ છોટાઉદેપુર જીલ્લાના કાઠેલ ગામના અને હાલ જેતપર ગામની સીમમાં વાડી ખાતે રહેતા ૪૬ વર્ષીય સરતાનભાઈ જગલાભાઈ રાઠવા ગત તા. ૨૫ નવેમ્બરના રોજ રાત્રિના સમયે પોતાની સ્પ્લેન્ડર પ્લસ બાઇક રજી.નં. જીજે-૩૪-એબી-૩૨૫૨ લઈને પસાર થઈ રહ્યા હતા. દરમિયાન રોડ પર વળાંક અને બાજુનો ભાગ ધોવાઈ ગયેલો હોવાથી બાઇક સ્લીપ થઈ નાળા નીચે ખાબકતાં તેમને માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તા.૨૬ નવેમ્બરના રોજ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!