Tuesday, April 30, 2024
HomeGujaratમોરબી : ગુરુકૃપા હોટલ પાસે વર્લી ફિચરનો જુગાર રમતો એક ઝડપાયો, એકની...

મોરબી : ગુરુકૃપા હોટલ પાસે વર્લી ફિચરનો જુગાર રમતો એક ઝડપાયો, એકની શોધખોળ

બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં ગુરુકૃપા હોટલ પાસે હરીકૃપા હોટલ નજીક મનોજભાઇ ઉર્ફે નાનુ ખીમજીભાઇ રાઠોડ(ઉ.વ.૪૫,રહે મહેન્દ્રસિંહજી હોસ્પિટલ પાસે આઠ ઓરડી, મોરબી-૨) વાળાને વર્લી ફીચરના આંકડાની કપાત આરોપી ઇભુભાઇ આમદભાઇ કાસમાણી પાસે કરાવી જુગાર રમતા પકડી પાડી આરોપી પાસેથી એક કીપેડવાળો મોબાઇલ (કિં.રૂ.૫૦૦/-) વર્લી ફીચર નાં આંકડા લખેલ ચિઠ્ઠી તથા રોકડ રકમ રૂ. ૧૨,૯૬૦/- જપ્ત કરી પોલીસે આરોપી મનોજભાઇની અટકાયત કરી છે. તેમજ આરોપી ઇભુભાઇની શોધખોળ હાથ ધરી છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!