આજે તા. ૧૬ને શુક્રવાર સવારથી સરકારી તંત્ર દૃારા અને મોરબી સીરામીક એસોસીએસનના સહયોગથી મોરબી શહેરમા સ્વાગત ચોકડી અને ગેંડા સકઁલએ સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ અને બપોર ના ૪:૦૦ થી સાંજના ૬:૦૦ સુઘી નિ:શુલ્ક કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ બન્ને કેમ્પમાં કુલ ૧૯૦૦ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં જેમાં ૨૧૯ જેટલાં પોઝિટિવ કેસ નોંધાયા હતાં. ત્યારે આ બન્ને કેમ્પ આવતી કાલે તા. ૧૭ એપ્રિલ નાં રોજ પણ ઉપરોક્ત સમયે કાર્યરત રહેશે તેવું સિરામિક એસો. એ જણાવ્યું હતું. આ કેમ્પમાં લોકો ને પોઝીટીવ આવે તો તે માટે સરકારી તંત્ર દ્વારા દવા પણ નિ:શુલ્ક આપવામા આવશે માટે બઘાને આજુબાજુના જરૂરીયાતમંદ લોકોને જાણ કરવા વિનંતી છે જેથી લોકો ના ટેસ્ટ થઈ શકે અને પોઝીટીવ આવે તે લોકો સારવાર લઈ