Sunday, October 18, 2026
HomeGujaratમોરબીના ટીંબડી પાટિયા પાસે ટ્રેક્ટર-બાઈક અકસ્માતમાં ૧૩ વર્ષના કિશોરનું મોત, ત્રણ સગીર...

મોરબીના ટીંબડી પાટિયા પાસે ટ્રેક્ટર-બાઈક અકસ્માતમાં ૧૩ વર્ષના કિશોરનું મોત, ત્રણ સગીર ઘાયલ

સ્વસ્તિક હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા ચાર સગીરો બાઈક પર જતા હતા ત્યારે અકસ્માત: વાલીઓએ સગીર બાળકોને વાહન ચલાવવા આપતાં પહેલાં ગંભીરતાથી વિચારવું જરૂરી.

- Advertisement -
- Advertisement -

મોરબી-પીપળી ટીંબડી પાટિયા પાસે શિવાજી ટ્રાન્સપોર્ટ સામે ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક ૧૩ વર્ષના રામચંદ્ર રાવતનું મોત થયું હતું, જ્યારે અન્ય ત્રણ સગીરો ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાલ મોરબી તાલુકા પોલીસે ટ્રેક્ટરચાલક સામે ગુનો નોંધ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી-પીપળી ટીંબડી પાટિયા પાસે આર.સી.સી. રોડ પર શિવાજી ટ્રાન્સપોર્ટ સામે ટ્રેક્ટર રજી. નં. જીજે-૨૦-એક્યુ-૩૨૫૫ના ચાલકે પૂરઝડપે અને બેદરકારીથી ટ્રેક્ટર ચલાવી સામેથી આવતા સ્પ્લેન્ડર બાઈક રજી.ન. જીજે-૩૬-એએચ-૬૭૧૦ સાથે અકસ્માત સર્જ્યો હતો. ત્યારે બાઈક પર રામચંદ્ર રાવત ઉવ.૧૩, આર્યન ઉવ.૧૫, પ્રિન્સ ઉવ.૧૪ અને રાજદીપ ઉવ.૧૪ સવાર હતા અને બાઈક રામચંદ્ર ચલાવતો હતો. આ અકસ્મતમાં બાઈક ચાલક રામચંદ્રને માથા તથા પગમાં ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલમાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. જ્યારે બાકીના ત્રણેય સગીરોને પગમાં ફ્રેકચર તથા મૂંઢ ઇજાઓ પહોંચી હતી. ત્રણેયને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હાલ મૃતકના પિતા રાધેશ્યામભાઈ સોકસિંહ રાવત ઉવ.૩૯ રહે. શિવપાર્ક સોસાયટી-૨ પીપળી તા.જી.મોરબી મુળરહે. ગામ પરબતી તા.બડી સાદડી જી.ચીતોડગઢ રાજસ્થાન વાળાની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી ટ્રેક્ટરચાલક સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા મોટર વ્હીકલ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!