Sunday, October 18, 2026
HomeGujaratઓટાળા ગામે મંદિરના કામ મામલે મહિલાને પાવડાથી માર મારતા દંપતી વિરુદ્ધ ફરિયાદ

ઓટાળા ગામે મંદિરના કામ મામલે મહિલાને પાવડાથી માર મારતા દંપતી વિરુદ્ધ ફરિયાદ

ટંકારા તાલુકાના ઓટાળા ગામે ખોડિયાર માતાજીના મંદિરના નિર્માણ બાબતે થયેલા વિવાદમાં મહિલાને ગાળો ભાંડી, પાવડાથી માર માર્યા અને તેના વાળ ખેંચી મારામારી કર્યા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મૂળ ઓટાળા ગામના વતની અને હાલ ટંકારામાં ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા રસીલાબેન રમેશભાઈ થોભણભાઈ ભાલોડીયા ઉવ.૪૨ની ફરિયાદ મુજબ, ઓટાળા ગામે સરકારી જમીનમાં દસ વર્ષથી માતાજીની સ્થાપના કરેલ હોય અને ત્યા ફરિયાદી અને તેમના પતિ દ્વારા મંદીરનું કામ કરતા હોય અને આ જગ્યાની બાજુમાં આરોપી રસીકભાઈ શામજીભાઈ સિણોજીયાનું મકાન આવેલ છે અને આ રસીકભાઈ તથા તેમના પત્ની મુન્નીબેનને આ મંદીર બનાવવાની વાત ગમતી ન હોય જેથી ગત તા.૧૪/૧૦ના રોજ ફરિયાદી રસીલાબેન મંદિરના ચણતરમાં પાણી પીવડાવતા હોય ત્યારે આરોપી રસીકભાઈએ પાવડાથી ફરીયાદીના શરીરના ભાગે માર મારી મુંઢ ઈજા પહોંચાડી ભુંડી ગાળો આપી તથા આરોપી મુન્નીબેને વાળ ખેંચી ઝપાઝપી કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી હતી. ટંકારા પોલીસે બન્ને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!