Tuesday, November 24, 2026
HomeGujaratમહેન્દ્રનગર ચોકડી પાસે ટ્રકની હડફેટે રાજસ્થાનના ૩૨ વર્ષીય યુવકનું મોત

મહેન્દ્રનગર ચોકડી પાસે ટ્રકની હડફેટે રાજસ્થાનના ૩૨ વર્ષીય યુવકનું મોત

રોડ ક્રોસ કરતી વખતે પૂરઝડપે આવતા ટ્રકે હડફેટે લેતા, ગંભીર ઈજાઓ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

- Advertisement -
- Advertisement -

મોરબીના મહેન્દ્રનગર ચોકડી નજીક લેટેસ્ટ બિઝનેસ સેન્ટર સામે રોડ ઓળંગી રહેલા રાજસ્થાનના યુવકને ટ્રકે હડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કનહૈયાભાઈ પાલારામભાઈ પવારને હાથ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટ રિફર કરાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, નારપુર ખર્દ ચીરવા તા.નૌગાવ જી.અલવર (રાજસ્થાન)ના વતની કનહૈયાભાઈ પાલારામભાઈ પવાર ઉવ.૩૨ ગત તા.૧૭ નવેમ્બરના રોજ સાંજે આશરે ૪:૩૦ વાગ્યે તેમના કૌટુંબિક ભાઈ રમેશભાઈ સાથે ટ્રક ખાલી થયા બાદ મહેન્દ્રનગર ચોકડી નજીક લેટેસ્ટ બિઝનેસ સેન્ટર સામે રોડ ક્રોસ કરી રહ્યા હતા. દરમિયાન ટ્રક નંબર જીજે-૩૬-ટી-૮૦૯૯ના ચાલકે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ટ્રક હંકારતાં કનહૈયાભાઈને હડફેટે લીધા હતા.

અકસમાત બાદ ઈજાગ્રસ્તને ૧૦૮ મારફતે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા. ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મૃતકના ભાઈ રણમલભાઈ પાલારામભાઈ પવાર રાજસ્થાન વાળાની ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વ્હીકલ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!