Tuesday, November 24, 2026
HomeGujaratમોરબીમાંથી ચોરાયેલ એક્ટિવા સાથે ટંકારાના શખ્સને ઝડપી લેતી રાજકોટ પોલીસ

મોરબીમાંથી ચોરાયેલ એક્ટિવા સાથે ટંકારાના શખ્સને ઝડપી લેતી રાજકોટ પોલીસ

શોભેશ્વર રોડ પર કુબેર ફ્લેટ નજીકથી એક્ટિવાની ચોરી: ટંકારાના કલ્યાણપરના શખ્સ પાસેથી રાજકોટ તાલુકા પોલીસે વાહન કબજે કર્યું.

- Advertisement -
- Advertisement -

મોરબી-૨ વિસ્તારમાં શોભેશ્વર રોડ પર શેર-એ-પંજાબ હોટેલ સામે કુબેર ફ્લેટ નજીકથી ચોરાયેલું હોન્ડા એક્ટિવા રાજકોટ તાલુકા પોલીસને મળી આવ્યું છે. રાજકોટ પોલીસે ટંકારાના કલ્યાણપર ગામના સોહિલ સતારભાઈ દલ પાસેથી એક્ટિવા કબજે કરતાં એકટીવા માલિકે મોરબી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મોરબીના સમાકાંઠા વિસ્તારમાં વૃંદાવન પાર્ક મયુરનગર સોસાયટી પાસે રહેતા રાજદીપસિંહ બલભદ્રસિંહ ઝાલા ઉવ.૨૬એ પોતાનું હોન્ડા એક્ટિવા રજી.નં. જીજે-૦૫-એલઝેડ-૦૦૦૫ ગત તા. ૭ નવેમ્બરના રોજ શોભેશ્વર રોડ પર કુબેર ફ્લેટ પાસે પાર્ક કરી રાજકોટ ગયા હતા. જ્યાંથી બીજા દિવસે સવારે પરત ફરતાં એક્ટિવા ત્યાંથી ગાયબ હતું. ત્યારે રાજદીપસિંહે પોતાની રીતે શોધખોળ કરી હતી, પરંતુ એક્ટિવા મળી આવ્યું નહોતું.

દરમિયાન રાજકોટ તાલુકા પોલીસનો ફોન આવતાં જાણવા મળ્યું કે ટંકારાના કલ્યાણપર ગામના સોહિલ સતારભાઈ દલ ઉવ.૨૯ પાસેથી એક્ટિવા પકડાયું છે. જેથી રાજદીપસિંહે મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૩(૨) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!