Tuesday, November 24, 2026
HomeGujaratસીરામીક સીટી એપાર્ટમેન્ટની ઓરડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

સીરામીક સીટી એપાર્ટમેન્ટની ઓરડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

આરોપી ફ્લેટ માલિક રવિભાઈ રાઠોડ દરોડા સમયે હાજર ન મળતાં ફરાર જાહેર.

- Advertisement -
- Advertisement -

મોરબી-૨ના સીરામીક સીટી આઈ-૦૭ એપાર્ટમેન્ટ નીચે આવેલી એક બંધ ઓરડીમાં સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડીને વિદેશી દારૂની ૪૭ બોટલ કિ.રૂ.૫૨,૬૫૧/- ઝડપી પાડી હતી. ઓરડીનો ઉપયોગ કરતા આરોપી રવિભાઈ રાજુભાઈ રાઠોડ દરોડા દરમિયાન મળી ન આવતાં પોલીસે તેમને ફરાર જાહેર કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે ખાનગીરાહે બાતમી મળી હતી કે સીરામીક સીટી આઈ-૦૭ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ૭૦૨માં રહેતા રવિભાઈ રાજુભાઈ રાઠોડે એપાર્ટમેન્ટ નીચે આવેલી પોતાના ઉપયોગની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કર્યો છે. બાતમીના આધારે પોલીસે સીરામીક સીટી આઈ-૭ એપાર્ટમેન્ટમાં આવેલી ઓરડીમાં રેઇડ કરતા જ્યા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૪૭ બોટલો કિ.રૂ.૫૨,૬૫૧/- મળી આવી હતી.

આ સાથે પોલીસે દારૂનો જથ્થો કબજે કરી હતી. જ્યારે ઓરડીનો ઉપયોગ કરતા આરોપી રવિભાઈ રાજુભાઈ રાઠોડ રહે.સીરામીક સીટી આઈ-૦૭ ફ્લેટ નં. ૭૦૨ મોરબી-૨ વાળા દરોડા સમયે હાજર મળી આવ્યા ન હોવાથી તેને ફરાર દર્શાવી બી ડિવિઝને તેમની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!