વાંકાનેર ટાઉનના નવાપરા વિસ્તારમાં રહેતા ૬૨ વર્ષીય વૃદ્ધે કોઈ બીમારીથી કંટાળી માતાજીના મઢમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે અ.મોતની નોંધ કરી આપઘાત કરવા પાછળના કારણો સહિતની તપાસની તજવીજ શરૂ કરી.
વાંકાનેરના નવાપરા શેરી નં-૫ માં રહેતા મનુભાઈ હરજીભાઈ બારૈયા ઉવ.૬૨એ અગમ્ય કારણોસર પોતાના ઘર પાસે આવેલા માતાજીના મઢમાં પંખા સાથે પટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લેતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. ત્યારે વાંકાનેર સીટી પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મનુભાઈ બારૈયાએ બીમારીથી કંટાળી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે, હાલ પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.






