વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલા મોટો સ્ટોન કારખાનામાં સેંન્ટિંગ કામ કરતા સમયે પહેલા માળેથી નીચે પટકાતા મોરબીના યુવકને ગંભીર ઇજા પહોંચતા તેનુ સારવાર દરમિયાન તેનું મોત નિપજતાં પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલા મોટા સ્ટોન કારખાનામાં કામ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. જેમાં બુટાની વાડી કન્યા છાત્રાલય રોડ મોરબી વાળા ૩૯ વર્ષીય જગદીશભાઈ સવજીભાઈ પરમાર ગત તા.૨૨/૦૫ના રોજ કારખાનામાં સેંન્ટિંગ કામ કરતા હતા ત્યારે પહેલા માળેથી નીચે પટકાયા હતા. જે બનાવમાં ગંભીર ઇજા થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી સરકારી હોસ્પિટલમાં ફરજ ઉપર હાજર ડોક્ટરે પોલીસને જાણ કરતા વાંકાનેર તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોત રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






